છેલ્લો કાળ આવે ત્યારે કહેશે, 'હવે જ્ઞાની આવે ને મને દર્શન થાય, બે કલાક આયુષ્ય વધારજો મારું, હે ભગવાન!' એમ બૂમાબૂમ કરે. હવે બૂમાબૂમ ના કરીશ. કાલાવાલા શું કરવા કરે છે? જ્યારે સત્તા હતી ત્યારે વાપરી નહીં. સત્તા ના હોય ત્યારે માગણી કરે!
પરમ પૂજ્ય દાદા ભગવાનએક વિષયમાં જે અટક્યો, તે 'ભગવાન' થઈને ઊભો રહ્યો ને વિષયમાં લટક્યો, તે સીધો નર્કે જ ગયો!
પરમ પૂજ્ય દાદા ભગવાનભગવાને કહ્યું, 'શું કરવાથી મોક્ષે જવાય?' સમકિત થાય તો જવાય અથવા 'જ્ઞાની પુરુષ'ની કૃપા થાય તો.
પરમ પૂજ્ય દાદા ભગવાનપાપ-પુણ્ય એટલે શું? સંસારમાં દરેક જીવમાત્રમાં ભગવાન રહેલા છે. માટે કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ દેવાનો ભાવ પણ ના કરતા. નહીં તો દોષ કર્યો, માટે તેનું પાપ બંધાશે. અને કોઈ પણ જીવને કિંચિત્માત્ર સુખ આપશો કે સુખ આપવાની ભાવના કરશો તો ભગવાનને સુખ આપ્યું માટે પુણ્ય બંધાશે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events