
આત્મા ભ્રમિત થયો ત્યારે સંસાર ઊભો થયો! બુદ્ધિ ભ્રમિત થશે ત્યારે જ્ઞાન પ્રગટ થશે!!!
પરમ પૂજ્ય દાદા ભગવાનબુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરવી તે આત્માની નિંદા કર્યા બરાબર છે. આત્મા અવર્ણનીય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્મા જડે એવી વસ્તુ નથી. આ શરીરમાં આત્મા શી રીતે જડે? આત્મા એવો છે કે ઘરોની આરપાર જતો રહે. અહીં લાખ ભીંતો હોય એની આરપાર જતો રહે એવો આત્મા છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્મા ‘પરમેનન્ટ‘ હોવાથી આત્માનો અનુભવ પણ ‘પરમેનન્ટ‘ છે. સંસારની બધી વસ્તુઓ ‘ટેમ્પરરી‘ છે. માટે તેનો અનુભવ પણ ‘ટેમ્પરરી‘ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનસંસારના બંધનો આપણને બાંધી શકે એમ છે જ નહીં એવું 'વીતરાગો'નું જ્ઞાન છે. કોઈ ચીજથી બંધાય જ નહીં એવી આપણી 'જાત' છે. એ 'જાત'ને ઓળખો, એનું જ્ઞાન કરો, એવો આત્મા છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનતારી પ્રકૃતિમાં હોય તો તું ત્યાગ કરજે. તારી પ્રકૃતિમાં હોય તો તું તપ કરજે. તારી પ્રકૃતિમાં હોય તો તું જપ કરજે. પણ એક આત્મા પ્રાપ્ત થયા સિવાય બધું ધૂળ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્મા પ્રાપ્ત કર્યા પછી જ પરમ વિનય ઉત્પન્ન થાય, પછી જુદાઈ લાગે નહીં. અભેદ દૃષ્ટિ થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્માનો મોક્ષ કરવાનો નથી, આત્મા તો મોક્ષસ્વરૂપ જ છે. અહંકારનો મોક્ષ કરવાનો છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનકશું જોડે લઈ જવાનું નહીં ને મમતા છે ખાલી, કે આ દેહ મારો, આ બૈરી મારી, આ છોડી મારી. આત્માને દેહ જ નથી. દેહધારી દેખાય છે, એ તો ભ્રાંતિ છે, ભ્રાંતિ! બાકી ‘તમે’ દેહધારી નથી. તમને ભ્રાંતિ છે કે ‘હું આ છું.’ ‘તમે’ ‘આત્મસ્વભાવ’ છોડી દેહની પીડામાં પેસી ગયા! ‘તમારો’ ‘આત્મા’ ‘અમને’ ઉઘાડો દેખાય છે. આ તો અહંકારના અમલમાં બોલો છો, ‘હું ચંદુલાલ છું!’ આત્માને દેહ તો હોતો હશે?! આત્માને છોડીયે ના હોય ને દેહેય ના હોય! આત્માને દેહ હતો નહીં, છે નહીં, થશે નહીં!! બધી વિપરીત માન્યતાઓ પેસી ગઈ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
