
જ્ઞાન તો અપાર છે પણ વીતરાગો જે જ્ઞાનને જીત્યા, એની પાર જ્ઞાન જ નથી. કોઈ જગ્યાએ હારે નહીં, એનું નામ વીતરાગ. વખતે દેહ હારે, મન હારે, વાણી હારે, પણ ‘પોતે’ ના હારે. વીતરાગ કેવા!
પરમ પૂજ્ય દાદા ભગવાનસમ્યક્ત્વ થાય ત્યારથી વીતરાગ વાણીની શરૂઆત થાય ને 'કેવળજ્ઞાન' થાય ત્યારે તે સંપૂર્ણ થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનલોકસારનો સાર શો? ત્યારે કહે, તત્ત્વ. તત્ત્વસારનો સાર શો? ત્યારે કહે, ‘જ્ઞાની’ની વાણી. ‘વીતરાગ વાણી’ સિવાય અવર ન કોઈ ઉપાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનદેહની બધી ક્રિયાઓમાં અજ્ઞાનીનો આત્મા પણ જુદો રહે તેમ છે. અહીં જમતો હોય પણ પોતે હોય ‘ઓફિસ’માં! મનની ક્રિયામાં ને વાણીની ક્રિયામાં છૂટો ના રહી શકે!
પરમ પૂજ્ય દાદા ભગવાનવચનબળ શી રીતે પ્રાપ્ત થાય? એક પણ શબ્દ મશ્કરી માટે ના વાપર્યો હોય, એક પણ શબ્દ ખોટો સ્વાર્થ, પડાવી લેવા માટે ના વાપર્યો હોય, વાણીનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય તો એનું વચનબળ સિદ્ધ થાય!
પરમ પૂજ્ય દાદા ભગવાનસ્યાદ્વાદ વાણી છે ત્યાં આત્મજ્ઞાન છે. જ્યાં એકાંતિક વાણી છે ત્યાં આત્મજ્ઞાન નથી.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
